ગઝલ
નદીને પણ તરંગ હોય છે,
રંગો પણ બેરંગ હોય છે !
શ્વસે છે છેલ્લાં શ્વાસ એ,
મરણ પણ સુરંગ હોય છે !
કવિ તું ખોટો વટ ન રાખ,
ભાવકને પણ ઉમંગ હોય છે !
એક-વસમી સદીની ભેટ છે,
સુદામો પણ દબંગ હોય છે !,
નરસિંહની જેમ જીવનારો ,
ગૃહસ્થી પણ મલંગ હોય છે !
ત્રિપાઈ છે ત્રણ ચરણવાળી
ચાર પાયાનો પલંગ હોય છે !
'કાન્ત' કટકે કટકે જીવનારો,
ભીતરથી તો સળંગ હોય છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment