Thursday, 30 April 2015

ગઝલ 

મકસદ  જિંદગીનું  રાખું  છું ,
ઝેરને અમી ગણી  ચાખું છું  !

જોઉં  છું  હું એ  જતી  પળને,
ભવિષ્યને  સચોટ ભાખું   છું  !

થઈને  કવિ ચીરું મારું   હૈયું  ,
ગીત-ગઝલને સાથે હાંકું છું  !

કયામતની રાહ નથી જોતો ,
હું  ખુદ  કરંડિયામાં પાકું  છું  !

પૂરી લઉં જીવ-દોર  ઝટપટ,
નાનકડી સોયનો  હું  નાકું છું  !

પરાજય નહીં વિજય જોઈયે ,
તીરને એટલે સચોટ તાકું છું  !

સમયને બરાબર  સાચવું  છું ,
'કાન્ત' રેતઘડીનું હું  બાકું  છું  !
                  ***
-'કાન્ત'





No comments:

Post a Comment