Monday, 20 April 2015

ગીત 

ફૂલોની  આંખોમાં  જીવન  વરસે ,
અંતરમાં રંગો મનભાવન  સરસે.
નયનોમાં મારા મુજ ગીતો છલકે !

જાદુ છે જાદુ  સવાર  કેવી  મલકે ,
ઝાકળ પણ બિરાજે પર્ણને  પલકે.
સાત  કિરણ  સૂરજના કેવાં  હરખે !

મનનું  પક્ષી  પાંખ  ફેલાવી  ફરકે,
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ ધીમેથી    સરકે.
મૃગજળ      લાધે ભરબપોરે તડકે !

તાપના પ્રતાપે જીવ બળે છે ભડકે ,
મજૂરનો  પરસેવો  વેરાય છે  સડકે.
ચામડી  એની  સોના  માફક  ચળકે !

માણસ  જીવે  જીવતર   કટકે -કટકે,
સંબંધોની  શેરીઓમાં  નાહક   ભટકે.
યાત્રા  આ  નિરંતર  ચાલે,  ન અટકે !
                        ***
-'કાન્ત'









No comments:

Post a Comment