Saturday, 4 April 2015

ગઝલ !

બુદ્ધિ  બળ વીરતાના દાતા છે હનુમાનજી,
ભક્તની  દીનતાના  જ્ઞાતા છે હનુમાનજી !

નર્તન પરંપરાના  બજરંગી   અધિષ્ઠાતા ,
લંકદહન  રાગના  સુજાતા છે હનુમાનજી !

માંહ્યલી  લંકા  ભળભળ  બળે છે  આપણી ,
એ  પીડાને  હરનારી શાતા છે   હનુમાનજી !

પૃથ્વી નહીં  એ  બ્રહ્માંડમાં  પણ   વિચરતા ,
હવે તો  પશ્ચિમના  જામાતા છે હનુમાનજી !

લોકગાયક  લોકનાયક  લોકવાયક મારુતિ,
વિધિના  ઉદ્ધારક    વિધાતા છે  હનુમાનજી !
                          ***
-'કાન્ત'

No comments:

Post a Comment