Wednesday, 29 April 2015

ગઝલ 

ચાલ ગાગર આપી દઉં તને,
ક્ષીર સાગર  આપી દઉં  તને !

ખોવાયેલી નથડી શોધવી છે ?
લાલ નાગર આપી  દઉં  તને !

મુઘલોની તવારીખ   જાણવા,
શાહ બાબર  આપી  દઉં  તને !

ને  રૂપનાં આવડાં ગુમાન શાં ?
ઓલો સાબર આપી દઉં  તને !

ચકલીની ચીં ચીં નથી જોઈતી ?
કલબલ કાબર આપી દઉં તને !

મને નથી ફાવતા ગીતના છંદ ,
લખવા ચામર આપી દઉં તને !

નાચવું છે મદહોશ થઈ   આજે,
પગમાં ઝાંઝર આપી દઉં તને !
                   ***
-'કાન્ત'
(ચામર-એક છંદનું નામ છે.)






No comments:

Post a Comment