Wednesday, 15 April 2015

ગઝલ !

સ્વપ્નને સજાવીને  જોઉં  છું ,
હકીકતને લડાવીને  જોઉં છું !

હોય છે વાયદા બધે  ઠગારા,,
વચનને નિભાવીને જોઉં છું !

સળવળું  છું   સર્પની  માફક, 
ઝેરને  પચાવીને   જોઉં   છું !

નકાબ ખોલી નાખું છું  બધા,
ઘૂંઘટને  હટાવીને   જોઉં  છું !

રણમાં પણ મને ઝરણ મળે, 
ખુદને  તરસાવીને   જોઉં છું !

ચણી છે ભીંત મેં જ  શંકાની,
કૂતરા  ભસાવીને   જોઉં   છું !

વાટ કવિતાની એટલે લીધી,
શબ્દને  પટાવીને  જોઉં   છું !
                 ***
-'કાન્ત'


No comments:

Post a Comment