Monday, 13 April 2015

ગઝલ 

મનની  વ્યથા  મૃગજળ  બની,
આંખો રડી તો  ગંગાજળ બની !

વાવવું  હવે  મને ભીતર   બધે,
મારી  હલચલ  તો  હળ  બની !

ખુદને  જ ખોલવો   રહ્યો   મને,
બંધ  દરવાજાની    કળ  બની !

પરવા  નહીં  આ દુનિયા   હસે  ,
રહું   કાદવમાં  હું  કમળ  બની !

હરદમ  ખુદને  જ વેચતો  રહ્યો,
કચડાતો  રહ્યો  હું   સળ   બની !

સમજદારીના કટોરા પીધાં  મેં ,
રહ્યો  સંબંધોમાં  હું   તળ બની !

નથી  ઈશ્વર બનવાની  ઝંખના,
જીવવું  છે  કેવળ  અંજળ બની !
                  ***
-'કાન્ત'





No comments:

Post a Comment