ગઝલ
કાલું ઘેલું બોલે દરિયો,
પથ્થર ને ઠોલે દરિયો !
મીઠા જળના લોટા સામે,
પોતાને તો તોલે દરિયો !
ઊંડે એમાં ડૂબકી મારો,
રહસ્યો ને ખોલે દરિયો !
શાંત હોય તો સાધુ લાગે ,
ફૂંફાડા મારી ડોલે દરિયો !
ગરજી ગરજી થાકી ગયો ,
ચડ્યો હવે ઝોલે દરિયો !
***
-'કાન્ત'
No comments:
Post a Comment