Friday, 24 April 2015

ગઝલ 

આવ , શ્વાસ  આપી  દઉં  તને,
બધો  વિશ્વાસ આપી દઉં તને ! 

હું  લખું કે , બિલકુલ  ન  લખું ,
ગીતનો પ્રાસ આપી દઉં  તને !

ખળભળું  છું  હું દરિયાની  જેમ,
નદીનો પ્રવાસ આપી દઉં તને !

અમાસ ઊગે છે  રોજ   આંગણે ,
ચન્દ્રનો   વાસ આપી દઉં તને !

અહીં કયાંપાકે છે મોલ  મોતી ,
પાડેલા ચાસ  આપી દઉં તને !

કોરો  ધાકોડ  પડઘાયા કરું છું ,
વાણી વિલાસ આપી દઉં તને !

'કાન્ત' કરે તો  શું  કરે  એકલો,
એના  કયાસ   આપી દઉં તને !
                    ***
-'કાન્ત'



No comments:

Post a Comment