ગઝલ !
છે હાથમાં જામ મારે,
હવે તો સાકી જ તારે !
મદહોશ થઈ જશું તો,
એ આવશે જ વહારે !
પ્રણય બિન હિસાબી,
દુનિયા ગમે તે ધારે !
શશી પણ કાઢે ઘૂંઘટ,
પ્રિયતમા બેઠી સિતારે !
રણની વ્યથા શું જાણે,
જેનો ઉતારો છે બહારે !
મસ્તી મહીં થઈ ભૂલો,
કોને કહેવું હવે અમારે !
વાંસળી દિલની વગાળું ,
સાત સૂરોના હું સહારે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment