Wednesday, 15 April 2015

'હું' 

છે  કોઈ  જે મને  પૂરે પૂરો  ભરે, ?
અધૂરો છું છતાં 'હું' મુજમાં   ફરે !

'હું ' અચાનક  વિસ્તરી  જાય ને ,
ગર્વ  ફૂંફાડો  મારી  ભીતરે  તરે !

બીજું  તો શું  કરું  એકલો  આ 'હું' ,
મારા  સઘળા  સદગુણો  ને  હરે !

અર્પણ  કરું  જયારે મારી જાત ને ,
ચૂપચાપ  લાગણીઓમાં 'હું' સરે !

શ્વાસનો  એક એક લય સંભળાય ,
ઉચ્છવાસમાં અંગાર થઈ 'હું' ચરે !

કોઈ  ઉંબર  પર  ચરણ મૂકું  અને ,
'હું'   મારાથી   આગળ  જ  ફરફરે  !

કોઈ  સંબંધ  સાથે  રમત રમું  ને  ,
'કાન્ત' આ 'હું' આંખ સામે તરવરે !
                     ***
-'કાન્ત'












No comments:

Post a Comment