Wednesday, 29 April 2015

        ગઝલ મારી તરસ  !
...મિત્રો એક કાવ્યપ્રકાર તરીકે ગઝલ લોકપ્રિય રહી છે.અભિવ્યક્તિ 
સૌન્દર્યબોધ અને સંગીતમયતા ગઝલને સુંદરતા પ્રદાન કરે છે.ઉર્દુમાં 
તેને अंदाज़े -बयाँ ,हुस्ने -ख्याल અને मौसिकी કહે છે.ગઝલ આમ તો 
ત્રણ અક્ષરનો શબ્દ પણ શાયર માટે ત્રિભુવન !ગઝલમાં લોહી કાઢી 
નાખે એવી ધાર પણ હોય છે અને આંખ આંજી નાખે એવું તેજ પણ હો-
ય છે.જાણીતા ગઝલકાર ચિનુ મોદી  કહે  છે'ગળામાં સીરાની જેમ ઊતરી 
જાય એ ગઝલ.'ગઝલને ચાવવાની ન હોય.ગઝલ પહેલાં તાળી પડાવ-
રાવે -પછી વિચાર કરાવે.
...માશુક સાથેની વાતચીત એટલે ગઝલ,હરણની ચીસ એટલે ગઝલ,
ગઝલ એ સંવાદ ,વાતચીત ,Dialogue છે.એમાં વેદના,આર્તનાદ અને 
જ્લ્પન  પણ છે.ગઝલના પ્રથમ શેરને 'मत्ला' અને અંતિમ શેરને 'मक़्ता '
નો શેર કહે છે.'मत्ला'એટલે સૂર્યોદય-ઉઘાડ છે.અને 'मक़्ता' ના શેરમાં 
કવિ જાત સાથે વાત કરે છે.(ક્રમશ :)
                                                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(ભુજ-કચ્છ )

No comments:

Post a Comment