ગઝલ !
મને મૂંઝવે આ ચકરાવા ,
નથી ઈચ્છતો હું ટકરાવા !
બધાં ખરખરો કરશે મારો ,
સાચું રડશે ગઝલના દાવા !
સારેગમની કુંજ ગલીમાં,
કૃષ્ણ લાગ્યો છે હવે દેખાવા !
રાતરાણીની મ્હેક મઘમઘે,
ફોરમના હોય કંઈ પુરાવા ?
સત્ય ફૂટતું નથી કયારામાં ,
ગાંધીદ્વારે આતુર પોંખાવા !
મને જગનો અનુભવ નપૂછો,
કરવા કયાં છે કાવાદાવા !
'કાન્ત' ની મહેફિલ છે બરુકી ,
નથી જોઈતી કોઈની વાવા !
***
-'કાન્ત'
No comments:
Post a Comment