Thursday, 23 April 2015

ગઝલ 

જિંદગી પગ ભર મળે તો પણ ઘણું,
ને મોત જો સદ્ધર મળે તો પણ ઘણું !

છે  તમન્ના  દિલ  મહીં   વરસાદની,
ઓસની  ફરફર  મળે  તો પણ ઘણું !

બંધનો  છો રહ્યાં   મારા   અધર પર,
હોઠ  પર  સરવર  મળે તો પણ ઘણું !

હું તો ભિક્ષાપાત્ર લઇ બેઠો છું  બજારે,
પાવલી તારી સળવળે તો પણ ઘણું !

મકબરો  રહ્યો  ભલે  આરસપ્હાણનો ,
ધૂપ થઈ તું અહીં બળે તો પણ  ઘણું !

હું ફરું કે પછી આજ મારો દિવસ  ફરે,
યાદ કોઈ ભીતરે  ફળે   તો પણ ઘણું !

મને મારો  જ પરિચય   કશો ક્યાં  છે ,
'કાન્ત'  આજે  ટળવળે તો  પણ ઘણું !
                       ***
-'કાન્ત'





No comments:

Post a Comment