ગઝલ
કયાં એકધારી સવારી રહે છે ,
પગે ચાલવાની તૈયારી રહે છે !
આંખો તો નિર્દોષ દેખાય મારી,
મન જ ખરેખર શિકારી રહે છે !
શબ્દોમાં દોડે કવિતા રૂમઝૂમ ,
કલમ જ હંમેશાં બિચારી રહે છે !
જિંદગીનો સાથ મળે છે બધાંને ,
અપેક્ષાઓ સદા કુંવારી રહે છે !
ઝેરનો કટોરો પીધો 'તો મીરાંએ ,
કૃષ્ણની સમીપે મહિયારી રહે છે !
લાગી સો-સો ની આપણી વચ્ચે,
કયાંક છુપાઈને જુગારી રહે છે !
સતત માગવાની આદત પડી છે,
'કાન્ત' ભીતરે ભિખારી રહે છે !
***
-'કાન્ત'
કયાં એકધારી સવારી રહે છે ,
પગે ચાલવાની તૈયારી રહે છે !
આંખો તો નિર્દોષ દેખાય મારી,
મન જ ખરેખર શિકારી રહે છે !
શબ્દોમાં દોડે કવિતા રૂમઝૂમ ,
કલમ જ હંમેશાં બિચારી રહે છે !
જિંદગીનો સાથ મળે છે બધાંને ,
અપેક્ષાઓ સદા કુંવારી રહે છે !
ઝેરનો કટોરો પીધો 'તો મીરાંએ ,
કૃષ્ણની સમીપે મહિયારી રહે છે !
લાગી સો-સો ની આપણી વચ્ચે,
કયાંક છુપાઈને જુગારી રહે છે !
સતત માગવાની આદત પડી છે,
'કાન્ત' ભીતરે ભિખારી રહે છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment