રણ !
તેં બોલતાં થઈને રણ , મૂંગા અમને કીધાં ,
ખુલી ગયાં સમજણના બંધન ,એવાં સ્પંદન દીધાં.
જો, અમે તો હસતાં -હસતાં , મૃગજળ તારાં પીધાં.
ટમટમતા તારાઓ લઈને, તું નીકળ્યો તો રાતે,
અને ,પછી તો ચંદ્ર પ્રકાશ્યો, ધવલ ચાંદની સાથે.
રાત -દિવસ સાથે રહેવાના, કોલ આપણે દીધા.
0 તેં બોલતાં...
ગિફ્ટ પેકમાં -પેક કરીને , લાગણીઓ તેં આપી,
ખબર નહીં તારી છલકાતી આંખો કોણે ચાખી ?
એકે કાળજે તંબૂર મૂક્યાં -એકે પાડયા ચીરાં.
0તેં બોલતાં.....
શું કીધું 'તું રજની શાખે ,તને યાદ કંઈ આવે છે ?
પિંજરમાં પૂરેલા પંખીને , ટહુકા કયાં લાધે છે ?
મેકરણની સાથે -સાથે ,આજે યાદ આવી ગઈ મીરાં.
0 તેં બોલતાં...
સ્વચ્છ -સફેદ રૂપ તારું , સાગરના સીમાડે ચમકતું,
કચ્છી માડુની આંખોમાં ,એ સ્નેહ થઈને ધબકતું.
'કાન્ત ' ધોરડે ક્ષાર મંદિરે ,પહોંચી જઈએ સીધા.
0તેં બોલતાં...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:
Post a Comment