ગરીબી
લગાગા,લગાગા,લગાગા,લગાગા
ગરીબી વસે છે અમારા સદનમાં ,
અને એ હસે છે અમારા સદનમાં.
તમે હો ન હો તો ,કશો ફેર શાનો ?
અરે એ રસે છે અમારા સદનમાં.
મને બીક લાગે ,તમારા નયનની ,
નજરને કસે છે અમારા સદનમાં.
ગરીબી નથી તો, નથી આ સહારો,
ચિરાગો ઘસે છે અમારા સદનમાં.
હવે તો અમારી , શરૂ થૈ પનોતી,
ખુશીને ડસે છે અમારા સદનમાં.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
લગાગા,લગાગા,લગાગા,લગાગા
ગરીબી વસે છે અમારા સદનમાં ,
અને એ હસે છે અમારા સદનમાં.
તમે હો ન હો તો ,કશો ફેર શાનો ?
અરે એ રસે છે અમારા સદનમાં.
મને બીક લાગે ,તમારા નયનની ,
નજરને કસે છે અમારા સદનમાં.
ગરીબી નથી તો, નથી આ સહારો,
ચિરાગો ઘસે છે અમારા સદનમાં.
હવે તો અમારી , શરૂ થૈ પનોતી,
ખુશીને ડસે છે અમારા સદનમાં.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment