નવરાત્રિ !
શક્તિની સાધનાનું સ્વરૂપ છે ,નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે,નવરાત્રિ !
અનુષ્ઠાન કરે ભક્તો , માતાજીને ભજે,
કુમારિકાઓ નિત નવા નવા વાઘા સજે.
આશાપુરી સુગંધિત ધૂપ છે , નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે, નવરાત્રિ !
ચાચર ચોકમાં થાય , ભવાનીના બેસણા,
દૂર ભાગી જાય, આપણી સઘળી એષણા.
અમૃત જળથી ભરેલું કૂપ છે, નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે, નવરાત્રિ !
નવ નોરતાં ને નવલી એની નવ રાતો,
ભક્તો કરે હોંશથી મા ની ભક્તિની વાતો.
મન મર્કટની હૂપા -હૂપ છે, નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે,નવરાત્રિ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમવિલા' ,પ્લોટ નં.155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો.99090 71588
શક્તિની સાધનાનું સ્વરૂપ છે ,નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે,નવરાત્રિ !
અનુષ્ઠાન કરે ભક્તો , માતાજીને ભજે,
કુમારિકાઓ નિત નવા નવા વાઘા સજે.
આશાપુરી સુગંધિત ધૂપ છે , નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે, નવરાત્રિ !
ચાચર ચોકમાં થાય , ભવાનીના બેસણા,
દૂર ભાગી જાય, આપણી સઘળી એષણા.
અમૃત જળથી ભરેલું કૂપ છે, નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે, નવરાત્રિ !
નવ નોરતાં ને નવલી એની નવ રાતો,
ભક્તો કરે હોંશથી મા ની ભક્તિની વાતો.
મન મર્કટની હૂપા -હૂપ છે, નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે,નવરાત્રિ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમવિલા' ,પ્લોટ નં.155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો.99090 71588
No comments:
Post a Comment