Wednesday, 20 August 2014

                     ગીત 

તારાં  નયનો પર વારી વારી જાઉં,
ગાલે   ખંજન  પર  હારી હારી જાઉં!

શાને  ઉકેલું  હું  લયલા  ને મજનૂને,
તારાં અંતરમાં રાધા   થઈ  ભરાઉં !

પૂનમની ચાંદનીથી હું હૈયું લીપું ને,
ડેલી ખોલવા ને દોડી દોડી હું  જાઉં  !

ઝરણાંના કલકલના ઝાંઝર પહેરીને,
નાચતી ગાતી ને ઝૂમતી હું  હરખાઉં !

છમ્મ લીલી લાગણીથી જ  મ્હોરતાં ,
દલડાને  હાટે  હું તો મફત   વેચાઉં !

રણના સીમાડાને નથી છોડવા મારે,
તરસ્યાને કાજે  હું  વીરડી થઈ જાઉં!

ખડ ભીના-મન ભીના-તન ભીના ,
ભીના  'કાન્ત' ના લોચને  સમાઉં ! 
-----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
------------------------------------------

No comments:

Post a Comment