Wednesday, 27 August 2014

લલચાઉં   છું  !

જીવનમાં  સહારા  કઈક  પડ્યા  છે,
છતાં હું બેસહારા બનતો  જાઉં    છું  !

દોસ્તો  અને  મહેફિલોમાં  પણ  હું,
હમેશાં   એકલો  જ  દેખાઉં       છું  !

કદમ  કદમ  પર  છે  એની  હસ્તી ,
છતાં  હું  ઠોકરો   જ    ખાઉં      છું  !

મારું  મન  ઘણે  ઊડે   આકાશમાં ,
હું  જમીન  પર  જ   પછ ડાઉં  છું  !

હતાશ   થઈ  ગયો છું  વસતિમાં ,
'કાન્ત ' છોડી જવા લલચાઉં  છું  !
------------------------------------------
-કૃષ્ણકાંત  ભાટિયા 'કાન્ત'
------------------------------------------

No comments:

Post a Comment