Tuesday, 2 September 2014

                                                                 સ્પર્શ 

.....  આજે સવારના પહોરમાં ભુજની સડક પર એક દ્રશ્ય જોયું.બાઈક પર દૂધ લઈને એક ફેરીઓ જતો હતો.
બાઈકને અકસ્માત થયો અને ડામરની કાળી સડક પર ઢોળાયેલું દૂધ અને લોહી બન્ને એકાકાર થઈ ગયા.મ-
નમાં એક વિચાર આવ્યો કે જે દૂધમાંથી લોહી થવાનું હોય એ દૂધ અને લોહી આ રીતે એક થાય એ કેટલું બ -
ધું વિષમ અને વિચિત્ર છે?જ્યાં દુઃખ હોય ત્યાં આપણે કશુંક કરવું જોઈએ એ હું જરૂર માનું છું પણ બધે આપ-
ણી પહોંચ નથી હોતી ઈચ્છા હોય છતાંય.અને આવે વખતે જાત પ્રત્યે નફરત પણ થાય છે અને ચીડ પણ ચ -ડે છે.
...આજની સવાર મારા માટે વેદના બસ વેદના જ લાવી હતી !જેને પારણામાં ઝુલાવ્યો હતો એને શ્મશાનના
બારણાં સુધીની યાત્રા કરાવવા માટે હું  ઘેરથી નીકળ્યો હતો અને રસ્તામાં કાળ ઉપરોક્ત દ્રશ્યમાં મારી સામે 
ઘૂરકાઘૂરકીની  રમત રમવા હાજર હતો.હું જનરલ હોસ્પિટલ પંહોંચ્યો...છ  કલાક પહેલાં નેટ પર ચેટીંગ કર-
નાર કેતન પાલેજાનું નિષ્પ્રાણ શરીર ટેબલ પર પડ્યું હતું.આ દ્રશ્ય એ મને હતપ્રભ કરી દીધો.અહીં મને મૃ -
ત્યુમાં કવિતા ન દેખાણી પણ જાણે હું  અર્જુનની જેમ વિષાદની કાળી અંધારી ગલીમાં અટવાતો હોઉં એવો 
ભાસ થયો.પણ મારી પાસે સારથી તરીકે કૃષ્ણ ન હતા.
...કેતનના શરીર પર કાળની સહી હતી અને એ નદીની જેમ વહેતી નહોતી પણ થીજેલું સરોવર હતી.મૃત્યુ 
ડંખ દઈ ગયો પણ ડંખની નિશાની નહોતી.મારી જીવનયાત્રા દરમિયાન મેં ઘણાં મૃત્યુ જોયાં છે...સ્વજનોના,
મિત્રોના.....પણ હૈયાફાટ રુદન આજે પહેલી વાર જોયું.મૃત્યુના દેવ જો એ સમયે હાજર હોત તો એ પણ કદા-
ચ આ રુદન સાંભળી મૃત શરીરમાં ફરીથી પ્રાણ મૂકી દેત.હું હજુ પણ અસ્વસ્થ છું.અરે !જેને પા..પા..પગલી 
માંડતા જોયો હોય એની અંતિમ યાત્રામાં મને ડાઘુના રૂપમાં હું કેમ જોઈ શકયો હોઈશ?એના શરીરને ભળ 
ભળ બળતો જોયો ત્યારે જાણે કોઈ જ્વાળામુખીની ટોચ પર બેઠો હોઉં એવું મને લાગ્યું !
...રજનીકાન્ત ચાડ 'આનંદ'અને કેતન પાલેજાનાં મૃત્યુ મારા સમગ્ર અસ્તિત્વને લકવાગ્રસ્ત કરી ગયા છે.
મૃત્યુની આવી પઠાણી ઉઘરાણી હું જીરવી શકયો નથી.કરું તો શું કરું?કંઈ કરી શકું તેમ નથી.કંઈ કહી શકું 
તેમ નથી...મને ખબર છે મોતના આ મહાસાગરને મારે જાતે જ ઓળંગવાનો છે !
.........................................फूट-फूट कर रोना चाहता हूँ --------------------------------------------------------
...................... ................. क़्या करूँ आँसू भी दगा दे गये  ! ……………………………………… 
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.02-09-2014,મંગળવાર,10:00P M )
--------------------------------------------------------------------------------------------------------------------- 

No comments:

Post a Comment