Thursday, 25 September 2014

ગીત !

આજ  મારા સૂરમાં સારંગ 
..........................રાગ છેડું !
માડી  તને મોકલું છું હું તેડું !

ઢોલ નોબત વાગે છે ચોકમાં,
રાસ રમવાની ઝંખના પૂરી.

શરમાતી સહિયર ને સાચવું,
નથી રાખવી હવે કોઈ   દૂરી !

આભ મહીં રમતાં તારલાને ,
............................ભાગ વેડું !
માડી તને મોકલું છું હું   તેડું !

છંદ મહીં ઘૂંટું  હું મારી જાતને,
નથી સાંભળવી બીજી વાતને !

કમખામાં બાંધુ હું  વનરાવન,
પડખે લઉં આ માઝમ રાતને !

ગબ્બરના ગોખના  અજવાળે ,
..............................માંગ બેડું !
માડી તને મોકલું છું  હું    તેડું !
----------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
====================



No comments:

Post a Comment