Thursday, 25 September 2014

     ગરબો !

આવ્યાં રૂડાં મા ના નોરતાં રે,
         .....પૂરાં થાશે રમવાના ઓરતાં રે !

ચાચર ચોકમાં માડી પધારશે,
      .....ઊંચા આસને આઈ બિરાજશે !

હૈયાના  સાદ હવે ખૂલતાં  રે,
        .....પૂરાં થાશે રમવાના ઓરતાં રે !

મંદ મંદ લહેરખી વાયુનો વીંઝણો ,
       .....મન પણ થયો છે આજે સમજણો !

દલડાના તાર હવે બોલતાં રે,
     .....પૂરાં થાશે રમવાના ઓરતાં રે !

આંખે આંજું હું ગરબાની જ્યોતને,
       .....કોરે મૂકી દઉં   સંસારી  પોતને !

ગરવના  ભાર અહીં ડોલતાં રે,
      .....પૂરાં થાશે  રમવાના ઓરતાં રે !

ઊંચે છે આભ ને નીચે જલથલ છે,
          .....ભીતરે મારા  આ કેવી  હલચલ છે !

કંકુ ને ચોખા મા ને ભાલે સોહતાં રે,
      .....પૂરાં થાશે રમવાના ઓરતાં  રે !
----------------------------------------  
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
=======================  

  


No comments:

Post a Comment