Wednesday, 17 September 2014

ગઝલ 

નથી  આપતો  જવાબ, જા  થાય  તે  કરી  લે,
તું  છો  ને  હો  નવાબ,   જા  થાય  તે  કરી  લે !

તારું  ગજું  શું  કે  તું  હથેળીમાં  ઉતારે  ચાંદને,,
હું  ઉતારું છું  આફતાબ ,જા  થાય  તે  કરી  લે ! 

ફૂલ  નહિ  તો  ફૂલની  ખુશ્બુ  સમી આ ગઝલ  ,
એવો  છે  મારો  રૂઆબ ,જા થાય  તે  કરી  લે  !

તહોમત  છે  મારા  ઉપર  કવિતાની  લૂંટનો  ,
ખોટા  છે સજાના ખ્વાબ ,જા થાય તે કરી લે !

ગઝલના  રદીફ  જેવો  બેઠો  છું  અંત  ઉપર,
કાફિયાનો   છે   મિજાજ,  જા થાય તે કરી લે !

જિંદગીના રણમાં ઊભો છું  હું    રણ  વચાળે ,
હણાશે   મારો  વિષાદ , જા  થાય  તે કરી લે !

સૂરીલા સૂરો નીકળે  છે  'કાન્ત 'ની કલમમાં,
હું  પોતે  જ  છું  રબાબ ,જા થાય તે કરી લે !
--------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
=========================

   

No comments:

Post a Comment