સ્પર્શ
...મારો સાંજનો વૈભવ અપાર છે. મિત્રો સાથે 'EVENING WALK '
માં જવું ,રોજ ત્રિમંદિર પાસે આથમતા સૂર્યને જોવો ...મારા માટે
માઉન્ટ આબુના 'સન સેટ પોઈન્ટ 'થી જરાયે કમ નથી. મારા દરેક
મિત્રની જુદી -જુદી લાક્ષણિકતાઓ છે.બોલવું,ચાલવું ,વાત કરતી વ -
ખતેના હાવભાવ અનોખા છે.અમે હજી પણ ટટ્ટાર બેસી શકીએ છીએ.
બેઠા હોઈએ ત્યારે લગેજ જેવા નથી લાગતા!
...અમારા ગ્રુપના મણીલાલ ઠક્કર ચાલતા નથી પણ દોડતા હોય છે.
એમની એક અલગ 'સ્ટાઈલ 'છે.અરવિંદભાઈ સોલંકી સફેદ વાળ સાથે
જાજરમાન લાગે છે! વિચારી-વિચારીને બોલનારું વ્યક્તિત્વ છે.સ્વ.
રજનીકાંત 'આનંદ' ને રોજ મિસ કરીએ છીએ! 'રજની ' નો અર્થ ભલે
રાત્રી થાય પણ અમારો આ 'રજની' સૂર્યના પ્રકાશ જેવો પ્રકાશિત હતો.
દુનિયા આખીની વાતો કરવામાં એને 'આનંદ'આવતો અને અમને સાં -
ભળવામાં !
...અને હા કાન્તિલાલ ગોર,જેને હું K D કહું છું .રાજકપૂરનો દીવાનો ...
પૂરેપૂરો 'CHARMING '.એના સંગાથે ઘડપણ આજુબાજુ ન ફરકે!
કોઈ પણ સાહિત્યની વાત કરવામાં -ફિલ્મની વાત કરવામાં એક્કો !
બે દિવસ પહેલાં જ અમે 'નાઇલ નદીની નાગણ ' 'કિલયોપેટ્રા 'ની
ચર્ચા કરતા હતા ત્યારે મને શેક્સપિયરનું નાટક 'એન્ટની એન્ડ
કિલયો પેટ્રા 'યાદ આવી ગયું .
...કિલયો પેટ્રા એન્ટનીને પ્રેમ કરે છે.પુરુષને એ વશ કરે,અને વિવશ
કરે,અને રસ પડે ત્યાં સુધી બાહુમાં બાંધી રાખે,પાગલની જેમ પ્રેમ કરે.
એન્ટની ઈજિપ્ત છોડીને જાય છે.સિઝરની બહેન સાથે લગ્ન કરે છે.કિ -
લયોપેટ્રાને આ વાતની ખબર પડે છે.એ સામાન્ય સ્ત્રીની જેમ રડી પડે
છે.છેવટે તો કિલયોપેટ્રા પોતાના સ્તન પર સાપને મૂકે છે અને એના
ડંખના ઝેરથી આત્મહત્યા કરે છે.વાસનાબદ્ધ પ્રેમનું આ પરિણામ છે.
...આજે જયારે બેસવા માટે સારી સંગત મળવી મુશ્કેલ છે ત્યારે મારું
આ રજવાડું જેમાં વિચાર છે,આચાર છે ,મહોબ્બત છે -સઘળો સંસાર
છે ......આત્મીયતા છે ...યૌવન છે....કોઈને પણ ગમે એમાં શી નવાઈ ?
------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.11-08-2014,સોમવાર ,12:46PM)
--------------------------------------------------------------------------------

No comments:
Post a Comment