ગીત !
સખી! આપણે તો આપણામાં રહેવું ,
પાણિયારે તાંબાની હેલ થઈ -
ઘરના તે આંગણામાં વહેવું !
0સખી!
દશે દિશાઓ આસપાસ ચાલે,
અને સમય પણ એની સાથે મ્હાલે.
સુખ-દુઃખને સંગાથે સહેવું !
0સખી !
આંખનાં આંસુ ખૂટે કે ના ખૂટે,
રુદિયામાં આવીને સાહ્યબો લૂંટે.
પરોઢિયાનું સ્વપ્ન કોઈને ન કહેવું !
0સખી !
ઓગળેલો અવસર જરૂર ફળશે,
ખોવાયેલી નથડી મને જ કળશે.
શબદ -શબદનું ભલે વધી જાય દેવું !
0સખી !
કોઈ નહીં આઘાં ને કોઈ નહીં ઓરાં,
ભીંજવે છે ઝરમર વરસાદના ફોરાં.
માઝમ રાતમાં પણ લાગે ધોળા દિ'જેવું !
0સખી !
***
-'કાન્ત'
સખી! આપણે તો આપણામાં રહેવું ,
પાણિયારે તાંબાની હેલ થઈ -
ઘરના તે આંગણામાં વહેવું !
0સખી!
દશે દિશાઓ આસપાસ ચાલે,
અને સમય પણ એની સાથે મ્હાલે.
સુખ-દુઃખને સંગાથે સહેવું !
0સખી !
આંખનાં આંસુ ખૂટે કે ના ખૂટે,
રુદિયામાં આવીને સાહ્યબો લૂંટે.
પરોઢિયાનું સ્વપ્ન કોઈને ન કહેવું !
0સખી !
ઓગળેલો અવસર જરૂર ફળશે,
ખોવાયેલી નથડી મને જ કળશે.
શબદ -શબદનું ભલે વધી જાય દેવું !
0સખી !
કોઈ નહીં આઘાં ને કોઈ નહીં ઓરાં,
ભીંજવે છે ઝરમર વરસાદના ફોરાં.
માઝમ રાતમાં પણ લાગે ધોળા દિ'જેવું !
0સખી !
***
-'કાન્ત'
No comments:
Post a Comment