Monday, 30 May 2016

ગઝલ 

લડી  શકું  મુસીબતો  સામે  એવો  હુંકાર  દે !
નથી  તરવું  કિનારે દે ,તું  મને  મઝધાર દે !

તારો  જ  અંશ  છું  હું,  હે   જગતના  ત્રાતા ,
કસોટી  કર  પૂરેપૂરી,  દુઃખ  અનરાધાર  દે !

હિમ્મત નહીં  હારું ,સારથી છે તું  જીવનનો,
સંકલ્પ બળ  ને ,રણમાં  ધનુષનો ટંકાર  દે ! 

ન  જોઈએ  આકાશ,ધરતીનું કિસ્મત આપ, 
ધરા ધારણ કરે  જેને  એ  બધો  વિસ્તાર દે !

ખાવું,પીવું ને  ઊંઘવું ,નથી  ફિતરત  મારી,
કદમ -કદમ પર   કસોટી  અને  પડકાર  દે !

ન  તૂ ટું ,ન  ફૂટું ,  સ્વીકારું  તારી  જ મરજી,
'કાન્ત' ને   દે, તારા  ચરણનો  અધિકાર દે !
                             ***
-'કાન્ત'

No comments:

Post a Comment