ગઝલ
લ્યો,ઘૂંઘટ હટ્યું ને શરમાય છે ગઝલ,
તમારી આંખોમાં વરતાય છે ગઝલ.
આ મયકદામાં નશા જેવું કંઈ નથી,
શબ્દોની સુરાહીમાં ઠલવાય છે ગઝલ.
ઘૂંટ ઉતર્યું શરાબનું જયાં મુજ ભીતરે,
તાંડવ થઈ પેટમાં વલોવાય છે ગઝલ.
ક્ષણોનો ગુજારો કરી લેશું કલમથી,
કાફિયા પ્રકટયા ને હરખાય છે ગઝલ.
એય , મુન્નીબાઈ તને ઘુંઘરુંનાં સમ,
નાચજે મસ્તીથી, પડઘાય છે ગઝલ.
પબુ, વંચિત,ખ્વાબ,શબાબ કે ગજકંધ ,
એમના ઓટલે વિસામો ખાય છે ગઝલ.
કાંઈ વરસે અનરાધાર ઘર આંગણે ,
'કાન્ત'થી એટલે તો લખાય છે ગઝલ.
***
-'કાન્ત'
લ્યો,ઘૂંઘટ હટ્યું ને શરમાય છે ગઝલ,
તમારી આંખોમાં વરતાય છે ગઝલ.
આ મયકદામાં નશા જેવું કંઈ નથી,
શબ્દોની સુરાહીમાં ઠલવાય છે ગઝલ.
ઘૂંટ ઉતર્યું શરાબનું જયાં મુજ ભીતરે,
તાંડવ થઈ પેટમાં વલોવાય છે ગઝલ.
ક્ષણોનો ગુજારો કરી લેશું કલમથી,
કાફિયા પ્રકટયા ને હરખાય છે ગઝલ.
એય , મુન્નીબાઈ તને ઘુંઘરુંનાં સમ,
નાચજે મસ્તીથી, પડઘાય છે ગઝલ.
પબુ, વંચિત,ખ્વાબ,શબાબ કે ગજકંધ ,
એમના ઓટલે વિસામો ખાય છે ગઝલ.
કાંઈ વરસે અનરાધાર ઘર આંગણે ,
'કાન્ત'થી એટલે તો લખાય છે ગઝલ.
***
-'કાન્ત'
No comments:
Post a Comment