ગઝલ
કેટલીયે ધારણા લઈ હું ફરું,
સમયના સંભારણા લઈ હું ફરું.
ક્યાં કહું આપને આપવીતી,
શબ્દની વિચારણા લઈ હું ફરું.
માછલીની આંખ કોણ વીંધશે ?
કોકના રિસામણા લઈ હું ફરું.
કુદરતના ગોઠવેલા ખેલમાં,
બધાં બંધ બારણાં લઈ હું ફરું.
રાંદલ રમે છે કોકના ચોકમાં,
તે છતાં પારણાં લઈ હું ફરું.
***
-'કાન્ત'
કેટલીયે ધારણા લઈ હું ફરું,
સમયના સંભારણા લઈ હું ફરું.
ક્યાં કહું આપને આપવીતી,
શબ્દની વિચારણા લઈ હું ફરું.
માછલીની આંખ કોણ વીંધશે ?
કોકના રિસામણા લઈ હું ફરું.
કુદરતના ગોઠવેલા ખેલમાં,
બધાં બંધ બારણાં લઈ હું ફરું.
રાંદલ રમે છે કોકના ચોકમાં,
તે છતાં પારણાં લઈ હું ફરું.
***
-'કાન્ત'
No comments:
Post a Comment