ગઝલ
કેટલાયે જનમનો આપણો સંબંધ છે !
સ્પષ્ટ દેખાય છે;આંખો ભલેને અંધ છે !
હવાના લયમાં વહે છે ચોતરફ સંગીત,
ગંધર્વોની મહેફિલ નો અહીં પ્રબંધ છે !
રાત જોયા કરે છે એકીટસે તમને,
સંગાથે જોયેલાં સપનાં; અકબંધ છે !
હૈયામાં દોડતા તારીખિયાના ઉત્સવો,
તહેવારના સથવારે બિલકુલ નિર્બંધ છે !
બેસૂરાં નહીં થાય સાથે ગાયેલાં ગીતો,
'કાન્ત' ના શબ્દોમાં એ પદબંધ છે !
***
-'કાન્ત'
કેટલાયે જનમનો આપણો સંબંધ છે !
સ્પષ્ટ દેખાય છે;આંખો ભલેને અંધ છે !
હવાના લયમાં વહે છે ચોતરફ સંગીત,
ગંધર્વોની મહેફિલ નો અહીં પ્રબંધ છે !
રાત જોયા કરે છે એકીટસે તમને,
સંગાથે જોયેલાં સપનાં; અકબંધ છે !
હૈયામાં દોડતા તારીખિયાના ઉત્સવો,
તહેવારના સથવારે બિલકુલ નિર્બંધ છે !
બેસૂરાં નહીં થાય સાથે ગાયેલાં ગીતો,
'કાન્ત' ના શબ્દોમાં એ પદબંધ છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment