કેમ બચું ?
મૂલ્ય જેવું અહીં બચ્યું છે શું ?
ટકે -ટકે માણસો વેચાય છે !
કોણ કોને કામ આવે અહીં ?
કોઈના ,ચહેરા ક્યાં વંચાય છે ?
કેમ બચું ,કેમ બચાવું જાતને ?
પ્રભુ પણ હવે તો ગભરાય છે !
મદનના મારણ વધતા ગયા,
લજ્જા બિચારી, અકળાય છે.
રાય હો કે રંક ભાવ છે એક જ,
મારું શું ?કહીને વળ ખાય છે !
ક્ષણિક વિજયના મદ-મોહમાં ,
જિંદગી ખો આપી જાય છે !
ડબ્બામાં ભરેલો કચરો ફેંકે સૌ,
મનનો કચરો ક્યાં ફેંકાય છે ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment