ગઝલ
સૂરનો સળવળાટ પજવે છે,
તાલનો ધમધમાટ પજવે છે.
સંગીત મારી સુરાહી ને નશો,
સપ્તકનો ફડફડાટ પજવે છે.
તબલાની થાપ સાથે હું ગાઉં,
દાદરાનો કડકડાટ પજવે છે.
અંતરામાં જઈ સમ પર ઊભું ,
ગીતનો કલબલાટ પજવે છે.
વાંસળી; મારી વેદના વધારે,
હોઠનો બડબડાટ પજવે છે.
***
-'કાન્ત'
સૂરનો સળવળાટ પજવે છે,
તાલનો ધમધમાટ પજવે છે.
સંગીત મારી સુરાહી ને નશો,
સપ્તકનો ફડફડાટ પજવે છે.
તબલાની થાપ સાથે હું ગાઉં,
દાદરાનો કડકડાટ પજવે છે.
અંતરામાં જઈ સમ પર ઊભું ,
ગીતનો કલબલાટ પજવે છે.
વાંસળી; મારી વેદના વધારે,
હોઠનો બડબડાટ પજવે છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment