ગઝલ
રણનો નજારો કંઈ ઔર છે,
અહીં કુદરતનો કલશોર છે !
રાત છે માદક અને સાધક,
બાંગ પોકારતી અહીં ભોર છે !
સફેદ ચાદર સોહે નમકની,
કચ્છીયતનો ગુલાબી તોર છે !
ઘાયલ કરે છે સૌને રૂપથી,,
ઠસ્સાદાર આ રણનો દોર છે !
નરેન્દ્રની ચાહતનો શણગાર,
એની છાતીએ ચીતર્યો મોર છે !
હવા ચાલે અહીં સૂફી ઈશ્કની,
'કાન્ત' ઈબાદતનો પોર છે !
***
-'કાન્ત'
રણનો નજારો કંઈ ઔર છે,
અહીં કુદરતનો કલશોર છે !
રાત છે માદક અને સાધક,
બાંગ પોકારતી અહીં ભોર છે !
સફેદ ચાદર સોહે નમકની,
કચ્છીયતનો ગુલાબી તોર છે !
ઘાયલ કરે છે સૌને રૂપથી,,
ઠસ્સાદાર આ રણનો દોર છે !
નરેન્દ્રની ચાહતનો શણગાર,
એની છાતીએ ચીતર્યો મોર છે !
હવા ચાલે અહીં સૂફી ઈશ્કની,
'કાન્ત' ઈબાદતનો પોર છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment