ગઝલ
સ્વપ્નને ઓઢીને , જાગે મારી આંખ,
લીલોછમ બગીચો , તાગે મારી આંખ !
સવારના દ્રશ્યોને નજરુંથી આવકારે
અદ્રશ્ય સંકેતો સંગ ભાગે મારી આંખ !
મારામાં એ આકાશ થઈને ઊઘડે ,
જટાળા જોગી જેવી લાગે મારી આંખ !
એની દ્રષ્ટિમાં સમગ્ર સૃષ્ટિ સમાય,
રોમરોમમાં સાવન માગે મારી આંખ !
સભર સભર એ અશ્રુથી છલકાય,
વિરહ,ઘેલછામાં વાગે મારી આંખ !
***
-કાન્ત'
સ્વપ્નને ઓઢીને , જાગે મારી આંખ,
લીલોછમ બગીચો , તાગે મારી આંખ !
સવારના દ્રશ્યોને નજરુંથી આવકારે
અદ્રશ્ય સંકેતો સંગ ભાગે મારી આંખ !
મારામાં એ આકાશ થઈને ઊઘડે ,
જટાળા જોગી જેવી લાગે મારી આંખ !
એની દ્રષ્ટિમાં સમગ્ર સૃષ્ટિ સમાય,
રોમરોમમાં સાવન માગે મારી આંખ !
સભર સભર એ અશ્રુથી છલકાય,
વિરહ,ઘેલછામાં વાગે મારી આંખ !
***
-કાન્ત'
No comments:
Post a Comment