ગઝલ
હવે નગર વિકાસની વાત કરીએ,
વચનો બધાં જ આત્મસાત કરીએ !
જે હતું તે થયું ,થતું રહેશે ચૂંટણીમાં ,
નગરસેવક બની તૈયાર જાત કરીએ !
ખોબલે ખોબલે મત મળ્યા છે જયારે,
સમસ્યાઓને આપણે મ્હાત કરીએ !
જોજો ભરોશો તૂટે નહીં જનતાનો,
સોનેરી સ્વપ્નના રંગ સાત કરીએ !
નવી ટીમ સેવાસદનમાં ભાજપની,
નવી કેડી કંડારી, નવી ભાત કરીએ !
આવનારો સમય છે અપેક્ષાઓનો ,
'કાન્ત' ખુદથી ખુદ મુલાકાત કરીએ !
***
-'કાન્ત'
હવે નગર વિકાસની વાત કરીએ,
વચનો બધાં જ આત્મસાત કરીએ !
જે હતું તે થયું ,થતું રહેશે ચૂંટણીમાં ,
નગરસેવક બની તૈયાર જાત કરીએ !
ખોબલે ખોબલે મત મળ્યા છે જયારે,
સમસ્યાઓને આપણે મ્હાત કરીએ !
જોજો ભરોશો તૂટે નહીં જનતાનો,
સોનેરી સ્વપ્નના રંગ સાત કરીએ !
નવી ટીમ સેવાસદનમાં ભાજપની,
નવી કેડી કંડારી, નવી ભાત કરીએ !
આવનારો સમય છે અપેક્ષાઓનો ,
'કાન્ત' ખુદથી ખુદ મુલાકાત કરીએ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment