ગઝલ
રણમાં હો સફર ને, ઝરણ મળે,
અચાનક જિંદગીને ,મરણ મળે.
તોફાન ઉમટે સંસાર સાગરમાં,
ને કોઈ નાખુદાનું ,શરણ મળે.
શ્રીફળ ફોડો ને પાણી નીકળે,
શ્રદ્ધાનું ઓચિંતું , કળણ મળે.
સ્વપ્નોની અપ્સરાઓ ઘેરી વળે,
ને, દોડતું સોનાનું હરણ મળે.
અહીં સૂવાનું છે બાણશય્યા પર,
અંતિમ પ્રવાસે ઉતરણ મળે.
ઈચ્છાનું ગીત ગાઈ લીધું હવે ,
નવું કોઈ મને અવતરણ મળે.
***
-'કાન્ત'
રણમાં હો સફર ને, ઝરણ મળે,
અચાનક જિંદગીને ,મરણ મળે.
તોફાન ઉમટે સંસાર સાગરમાં,
ને કોઈ નાખુદાનું ,શરણ મળે.
શ્રીફળ ફોડો ને પાણી નીકળે,
શ્રદ્ધાનું ઓચિંતું , કળણ મળે.
સ્વપ્નોની અપ્સરાઓ ઘેરી વળે,
ને, દોડતું સોનાનું હરણ મળે.
અહીં સૂવાનું છે બાણશય્યા પર,
અંતિમ પ્રવાસે ઉતરણ મળે.
ઈચ્છાનું ગીત ગાઈ લીધું હવે ,
નવું કોઈ મને અવતરણ મળે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment