ગીત
ખેતર વાડી ખૂંદીએ રઘુવીર !
પછી આંખો મૂંદીએ રઘુવીર !
તું શબ્દોનું ચમકતું અજવાળું,
સૌન્દર્ય તારા સર્જનમાં ભાળું.
મૂલ્યો માટે ઝૂઝીયે રઘુવીર !
0ખેતર
ચાલો દઈએ કવિતાને ખો,
નિબંધ,નાટક,વક્તા રમશે તો.
ભાષાને હવે મૂલવીએ રઘુવીર !
0ખેતર
ગ્રામ્ય-નગર જીવનમાં વસતો,
નિંદા હો કે સ્તુતિ સદા હસતો.
નવા દરવાજા ખોલીએ રઘુવીર !
0ખેતર
તુજમાં વસે વિવેચક, સંપાદક,
કૃષિ જીવનનો તું છે વાહક.
સરળ ભાષા બોલીએ રઘુવીર !
0ખેતર
જ્ઞાનપીઠ પણ આજે હરખાયે,
તારું ભોળું સ્મિત શેં શરમાયે ?
સર્જન-સર્જકને જોડીએરઘુવીર !
0ખેતર
***
-'કાન્ત'
ખેતર વાડી ખૂંદીએ રઘુવીર !
પછી આંખો મૂંદીએ રઘુવીર !
તું શબ્દોનું ચમકતું અજવાળું,
સૌન્દર્ય તારા સર્જનમાં ભાળું.
મૂલ્યો માટે ઝૂઝીયે રઘુવીર !
0ખેતર
ચાલો દઈએ કવિતાને ખો,
નિબંધ,નાટક,વક્તા રમશે તો.
ભાષાને હવે મૂલવીએ રઘુવીર !
0ખેતર
ગ્રામ્ય-નગર જીવનમાં વસતો,
નિંદા હો કે સ્તુતિ સદા હસતો.
નવા દરવાજા ખોલીએ રઘુવીર !
0ખેતર
તુજમાં વસે વિવેચક, સંપાદક,
કૃષિ જીવનનો તું છે વાહક.
સરળ ભાષા બોલીએ રઘુવીર !
0ખેતર
જ્ઞાનપીઠ પણ આજે હરખાયે,
તારું ભોળું સ્મિત શેં શરમાયે ?
સર્જન-સર્જકને જોડીએરઘુવીર !
0ખેતર
***
-'કાન્ત'
No comments:
Post a Comment