Friday, 15 January 2016

ગઝલ 

પુષ્પો  મને   ગમે છે,  ગુલશન મને  ગમે છે,
શબનમથી  તરબતર,મધુવન  મને ગમે છે.

તારા  વિનાનું  જીવન ગમતું  નથી  મને તો,
તું  હોય  સાથે  જયારે, મોસમ  મને  ગમે  છે.

પૂછે છે  શું જીવનનું, મેં  મૃત્યુ  પણ  ગુમાવ્યું,
ફેરા  વિરહ  મિલનના , હરદમ  મને  ગમે છે.

લેવા  અને   દેવાનો   સમજાય   ભેદ  જયારે,
શરણાઈ   જે  કરે  તે,  સરગમ  મને  ગમે  છે.

મહેફિલમાં મારું  માન , તારા  વજૂદ થી   છે,
તારા  મુખેથી  દુબારા,  સનમ  મને  ગમે  છે.

યુગો  વીતી  ગયાં   છે,  'કાન્ત'   છે   અધીરો,
ધીમા  પડે  દ્વારે ટકોરા, વાલમ  મને  ગમે છે.
                              ***
-'કાન્ત'

No comments:

Post a Comment