Monday, 4 January 2016

            ગઝલ 
    લગાગા   લગાગા  લ ગાગા  લગાગા  

તમે  તો  અમારા  નયનમાં  વસો  છો,
અને  એટલે  તો   કવનમાં   વસો છો.

ખુશાલી  અમારી   તમારા  ચમનમાં,
અરે  પ્રાણપ્યારી  સુમનમાં  વસો છો.

કસોટી   થવાની   પ્રણય  પામવાની,
લઈ  રૂપ  સૂરોનું  યમનમાં  વસો છો.

ભલે  ચાંદ   તારા  ચમકતા  યુગોથી,
ધરાથી  અધ્ધરે    ગગનમાં વસો છો.

કટોરો   અમી નો   ઉતારો   ગળામાં, 
રસીલા  અધીરા  બદનમાં  વસો છો.

સન્નાટો  હવે  તો  થશે  દૂર  અહીથી,
સદા મસ્ત રહેતા  સદનમાં વસો છો .
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'










No comments:

Post a Comment