Tuesday, 12 January 2016

પતંગ....

આકાશે   જઈ   ઊડે   પતંગ,
વાત વાતમાં    બાઝે  પતંગ.

જુદા   જુદા   આકારોના    છે,
નાના, મધ્યમ, મોટા  પતંગ.

રંગ-બેરંગી,  છેલ - છબીલા,
લાગે   છે   પતંગિયું   પતંગ. 

ચરખી   સાથે  ચક્કર  ખાતા,
ઉપર    નીચે    આવે  પતંગ.

ક્યારેક શાંત થઈ જાય એવા,
જાણે   નભમાં  જડ્યા  પતંગ.

પેચ   પેચ   ને   દાવ-પેચમાં,
કેવા    ગોથા    ખાય    પતંગ.

હવા  ચાલે  તો   ઊડે   પતંગ,
હવા  બંધ  પડી   જાય  પતંગ.
                   ***
-'કાન્ત'

No comments:

Post a Comment