Saturday, 23 January 2016

ગઝલ 

આતમ  સાથે  વાત  કરી  મેં,
પ્રકટ  મારી   જાત   કરી   મેં.

તિમિર માંહે મળ્યું  અજવાળું,
જાતર  આખી  રાત  કરી  મેં .

જીવનની  છે  એજ   અર્ચના,
હર પળને  રળિયાત કરી મેં .

પગરવ  પડઘાયા  ખડકીએ,
ઝટપટ રંગોળી ભાત કરી મેં .

આ અવઢવ -મજબૂરી છોડી,
દિલ ભરીને કબૂલાત કરી મેં . 
                ***
-'કાન્ત'



          




No comments:

Post a Comment