ગઝલ
આકાશી ઉડ્ડયનનો વિચાર પતંગ,
મનની અભિલાષા નો સાર પતંગ.
પોતે કપાઈ જાય તોયે અટકે નહીં,
ઊડે ગગનમાં ઊંચે ધરાર પતંગ .
તુલસીએ માનસમાં ગૌરવ આપ્યું,
પવન અને દાવપેચનો કરાર પતંગ.
કરે છે આનંદનો વેપાર એ યુગોથી,
રંગબેરંગી સ્વપ્નનો વિસ્તાર પતંગ.
મારી આંખના કિનારે એનું પ્રતિબિંબ,
થાય માંઝેલી દોર પર સવાર પતંગ.
મારું બચપણ પડઘાય છે ક્નકવામાં ,
'કાન્ત'ની બસ એક જ તવાર પતંગ.
***
-'કાન્ત'
આકાશી ઉડ્ડયનનો વિચાર પતંગ,
મનની અભિલાષા નો સાર પતંગ.
પોતે કપાઈ જાય તોયે અટકે નહીં,
ઊડે ગગનમાં ઊંચે ધરાર પતંગ .
તુલસીએ માનસમાં ગૌરવ આપ્યું,
પવન અને દાવપેચનો કરાર પતંગ.
કરે છે આનંદનો વેપાર એ યુગોથી,
રંગબેરંગી સ્વપ્નનો વિસ્તાર પતંગ.
મારી આંખના કિનારે એનું પ્રતિબિંબ,
થાય માંઝેલી દોર પર સવાર પતંગ.
મારું બચપણ પડઘાય છે ક્નકવામાં ,
'કાન્ત'ની બસ એક જ તવાર પતંગ.
***
-'કાન્ત'
No comments:
Post a Comment