ગઝલ
આવ , તને ચાહે છે દિલ અમારું,
આપણી વચ્ચે નથી તારું-મારું.
ઘૂંઘટ રાખે છો ને તું ચહેરા પર,
જેવી છો તેવી હું તને સ્વીકારું.
આ પ્રશ્ન સીધો નથી આપણા માટે,
જીવવું પ ડશે તને-મને સહિયારું .
ભલે કોઈ ચાંદ તારા ની વાતો કરે,
જીવવા માટે આ ધરા જ સધિયારું.
પ્રેમ રેખાઓ છે 'કાન્ત'ના હાથમાં,
એને કદી ક્યાં કોઈ છે લૂટનારું.
***
-'કાન્ત'
આવ , તને ચાહે છે દિલ અમારું,
આપણી વચ્ચે નથી તારું-મારું.
ઘૂંઘટ રાખે છો ને તું ચહેરા પર,
જેવી છો તેવી હું તને સ્વીકારું.
આ પ્રશ્ન સીધો નથી આપણા માટે,
જીવવું પ ડશે તને-મને સહિયારું .
ભલે કોઈ ચાંદ તારા ની વાતો કરે,
જીવવા માટે આ ધરા જ સધિયારું.
પ્રેમ રેખાઓ છે 'કાન્ત'ના હાથમાં,
એને કદી ક્યાં કોઈ છે લૂટનારું.
***
-'કાન્ત'
No comments:
Post a Comment