મારું જીવન એ જ મારો સંદેશ !
એક યુરોપીયન માણસ દાદાદાદી પાર્ક,ભુજ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા
જોઈ ઊભો રહી ગયો.એની ભૂરી આંખો એ પ્રતિમાને ટગર ટગર જોયા કરે.થોડીક
ક્ષણો પછી એ પ્રતિમા પાસે ગયો અને વંદન કર્યા.એની આંખમાં ઝળઝળિયાં આવી
ગયાં,પછી એ માણસ ફરી ફરી દ્રષ્ટિ નાખતો ગયો.પણ એના હૈયામાં કંડારાયેલી
ગાંધીજીની પ્રતિમાને હું જોઈ શક્યો.એના ચહેરા પર પથરાયેલી પ્રસન્નતા,એની
આંખમાં પ્રસરેલી તેજસ્વિતા અને હૈયે છલકાતા ઉલ્લાસ તરત પામી શકાય એવા
હતા.મેં એ વિદેશીને પૂછયું,'ગાંધીજી માટે તમને આટલો બધો આદર કેમ ?'એણે
કહ્યું,'વિશ્વ મૃત્યુનો મંત્ર ભણી વિનાશ પાથરવા બેઠું છે ત્યારે આ માણસ મરેલાઓને
સંજીવની છાંટે છે.અહિંસા શબ્દનો મર્મ ગાંધીજી જે સમજ્યા હતા એ આજેય વિશ્વમાં
કોઈ સમજતું નથી.વિશ્વ તો ઠીક ભારતમાંય કયાં સમજ આવી છે?
મને લાગ્યું કે ગાંધીજીને આ વિદેશી જેટલો સમજી શકયો છે,એના પ્રમાણમાં આપણે
સમજી શકયા નથી.આપણી એક કમનસીબી છે કે,જેમને અનુસરવાનું આપણા માટે
મુશ્કેલ હોય તેની મૂર્તિ કરીને ગોખલે કે રસ્તે બેસાડી દઈએ છીએ,પછી પૂજાવિધિ અને
અન્ય ભાંજગડો શરુ થાય છે.આપણને સરળ લાગતા સિદ્ધાંતો શબ્દબદ્ધ કરીને,તેની
પૂજા કરીને જન્મદિને કે નિર્વાણદિને હાર-તોરા કરી,ભાષણો કરી,ફોટા પડાવી,ચાલતા
થઈએ છીએ.મને લાગે છે કે,ગાંધીજીની પણ આપણે આ જ દશા કરી છે.
આજે તેમના નિર્વાણદિને મૌન રાખીશું,ગાંધીજી વિષે પાર વગરની વાતો કરીશું,
એમના વિષે અસરકારક પ્રવચનો પણ કરીશું.પણ જીવનનો જે રાજમાર્ગ એમણે
ચીંધ્યો છે એના ઉપર બે ડગ પણ આગળ વધવાનો પુરુષાર્થ ભાગ્યે જ કરીશું.બાપુ
સાવ જ સામાન્ય માણસ હતા.એમનામાં અસામાન્ય,અદભુત કે દૈવી કહી શકાય એવું
કંઈજ નહોતું.એમણે પણ ઘણી ભૂલો કરી હતી.મેં આ હિમાલય જેવડી ભૂલ કરી છે એમ
કહેનાર પણ એ પોતેજ હતા.નિષ્ફળતાના પાર વગરના પ્રસંગ એમના જીવનમાં
આવેલા.સંઘર્ષની પળો એમને નડી હતી એટલી ભાગ્યે જ કોઈને નડી હશે.છતાં એ
સતત કર્મશીલ રહ્યા.હતાશાને પોતાના ઉપર સવાર ન થવા દીધી ને જે અંતિમ ધ્યેય
પ્રાપ્ત કરવાનું એમણે નક્કી કર્યું હતું એ સિદ્ધ કરીને જ એ જંપ્યા.
આધુનિક જગતના ઇતિહાસમાં મહાન આત્મ ગૌરવનો તેઓ ભવ્ય આવિષ્કાર હતા.
એ સાવ દુર્બળ ટચુકડી કાયાએ નેતૃત્વના સાદા ગુણોથી પણ સ્પષ્ટ કાચ જેવા દર્શન
અને અખૂટ વિશ્વાસથી ભારતવાસીઓને જગાડ્યા અને બેઠા કર્યા.કેવળ અંગ્રેજો સામે
નહીં પરંતુ પોતાના અજ્ઞાન,કુરિવાજો અને ગરીબી સામે લડવાની તેમણે પ્રેરણા અને
શક્તિ આપ્યાં.
ગાંધીજીની હત્યા કરનાર ગોડસેને આપણે ધિકકારીયે છીએ,પણ આજે ચૌરે- ચોટે
ગાંધીની હત્યા થાય છે.આજે ગાંધી શું છે ?સત્તા મેળવવાનું સાધન છે,નેતા થવાનું
માધ્યમ છે,ખુરશી પચાવવાનું પ્રચારતંત્ર છે.ગાંધીજી વિષે હળવી જોક્સ આપણે
કરી શકીએ છીએ.ગાંધીની સમાધિ પર ફૂલો ચડાવનારની આંખમાં કયારેય આંસુ
દેખાયાં છે ખરાં ?અને છેલ્લે એ વિદેશીએ મારી સામે ધારદાર નજરે જોઈ મને કહ્યું,
'સ્વચ્છતાના પૂજારીની પ્રતિમા આટલી ગંદી કેમ ? ચશ્મા વગરનો ગાંધી ???વાહ
તમે ભારતીયો કમાલના છો !!'અને મને લાગ્યું કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં !
***
-'કાન્ત'
તા.30,જાન્યુઆરી,2016,શનિવાર.

No comments:
Post a Comment