Wednesday, 20 January 2016

ગઝલ 

તું  મારી  સાથે  હોય   છે  વરસાદમાં,
પલળવું  શું  છે, જોય  છે વરસાદમાં.

એમને   ઈશ્કે    હકીકી   સમજાય  છે,
જે  શાન- ભાન ,ખોય  છે વરસાદમાં.

કાળીઘટાઓ,દામિની,વાદળાંનાં રૂપ,
આભ મુશળધાર રોય છે વરસાદમાં.

તન-મન બન્ને  તરબતર  થઈ  જાય ,
ઓઢણી જ અંગ ,લોય છે વરસાદમાં.

યક્ષનો સંદેશો લઈ  મેઘ જો  નીકળે,
ઓરતાં તારાં તું બોય છે વરસાદમાં.
                         ***
-'કાન્ત'









No comments:

Post a Comment