Saturday, 16 January 2016

ગઝલ 

ઘૂંઘટ  હટાવ, ને  દ્વાર  ખોલી દે,
ઈશ્કે  હકીકી  ને   હવે  બોલી દે.

જાનનું  જોખમ છે અય લયલા,
જીવને  ત્રાજવામાં  તું  તોલી દે.

ભલે  પથ્થર  મારે  આ દુનિયા,
ઝખ્મોને   તારા  તું   છોલી   દે.

મજનું    તારો   છે  સદીઓથી,
પ્રેમના ઢાઈ અક્ષર ને ઠોલી દે.

સહું   છું  માર  આ  જમાનાનો,
આદમ -ઈવને  હવે   ખોલી દે.
                    ***
-'કાન્ત'



No comments:

Post a Comment