ગઝલ
સુરતનું જમણ હશે તો ચાલશે,
કાશીનું મરણ હશે તો ચાલશે.
આકંઠ પીવાની ઝંખના છે મને,
વિષનું ઝરણ હશે તો ચાલશે.
આગ ભીતરની ઓલવું હું હવે,
ખુદનું શરણ હશે તો ચાલશે .
ક્યાં કદી કોઈ આશા કરી છે,
ખૂંપવા કળણ હશે તો ચાલશે.
ઊડવું શું જરૂરી છે ગગનમાં ?
ધરતીનું ધરણ હશે તો ચાલશે .
પૂર આંસુના વહાવે જયારે પણ,
સાથમાં તરણ હશે તો ચાલશે .
તારી સાથે શું વાત થઈ શકે ?
બોલતાં નયણ હશે તો ચાલશે .
***
-'કાન્ત'
સુરતનું જમણ હશે તો ચાલશે,
કાશીનું મરણ હશે તો ચાલશે.
આકંઠ પીવાની ઝંખના છે મને,
વિષનું ઝરણ હશે તો ચાલશે.
આગ ભીતરની ઓલવું હું હવે,
ખુદનું શરણ હશે તો ચાલશે .
ક્યાં કદી કોઈ આશા કરી છે,
ખૂંપવા કળણ હશે તો ચાલશે.
ઊડવું શું જરૂરી છે ગગનમાં ?
ધરતીનું ધરણ હશે તો ચાલશે .
પૂર આંસુના વહાવે જયારે પણ,
સાથમાં તરણ હશે તો ચાલશે .
તારી સાથે શું વાત થઈ શકે ?
બોલતાં નયણ હશે તો ચાલશે .
***
-'કાન્ત'
No comments:
Post a Comment