માધવ
માધવ તમે છો યમુનાના પૂર,
હું માછલી ,કેમ રહી શકું દૂર !
વાગે, ન વાગે બંસરી તમારી,
સુધ-બુધ હરી લે , સઘળી મારી.
સાંભળું ને થઈ જાઉં હું ગાંડીતૂર !
0માધવ
શાંત ઊભા છે કદંબના તરુ ,
એની આજુબાજુ હું ભમરડી ફરું.
હૈયામાં ટળવળતી હું ચકચૂર !
0માધવ
ભીતરમાં મોરપિચ્છના ઢગલા,
ક્યાંએ ન વરતાય ધોળા બગલા.
આંખે મૂકી ઝાંપલી જોઉં દૂર-દૂર !
0માધવ
ઘૂઘવાતી રહું રોજ વનરાવનમાં,
તમારા મુકામ મારા તે મનમાં.
આજે અક્રૂર લાગે મને અતિ ક્રૂર !
0માધવ
મારું લાલ-ગુલાબી છે આ સમણું,
ફરકે છે સવારથી નેણ મારું જમણું.
'કાન્ત' થઈ દ્વારે પધારો હવે શૂર !
0માધવ
***
-'કાન્ત'
માધવ તમે છો યમુનાના પૂર,
હું માછલી ,કેમ રહી શકું દૂર !
વાગે, ન વાગે બંસરી તમારી,
સુધ-બુધ હરી લે , સઘળી મારી.
સાંભળું ને થઈ જાઉં હું ગાંડીતૂર !
0માધવ
શાંત ઊભા છે કદંબના તરુ ,
એની આજુબાજુ હું ભમરડી ફરું.
હૈયામાં ટળવળતી હું ચકચૂર !
0માધવ
ભીતરમાં મોરપિચ્છના ઢગલા,
ક્યાંએ ન વરતાય ધોળા બગલા.
આંખે મૂકી ઝાંપલી જોઉં દૂર-દૂર !
0માધવ
ઘૂઘવાતી રહું રોજ વનરાવનમાં,
તમારા મુકામ મારા તે મનમાં.
આજે અક્રૂર લાગે મને અતિ ક્રૂર !
0માધવ
મારું લાલ-ગુલાબી છે આ સમણું,
ફરકે છે સવારથી નેણ મારું જમણું.
'કાન્ત' થઈ દ્વારે પધારો હવે શૂર !
0માધવ
***
-'કાન્ત'
No comments:
Post a Comment