દીઠો છે !
દિલના આ દરિયાને મેં તૂફાને ચઢતાં દીઠો છે !
મનના આ માલિકને મેં દીવાનો બનતાં દીઠો છે !
કૈંક કીંમતી જિંદગીઓ રોળાતી આ દુનિયા માહીં ,
પ્રેમ-અમીનાં ઝરણાઓ સૂકાયાં છે જીવન માંહી.
માનવને દાનવ બનતાં પણ ક્યારેક તો મેં દીઠો છે !
અંતરમાં વસતા પ્રભુને રડતાં પણ મેં દીઠો છે !
શબ્દોના સુનકાર સહારે જ જીવાતું જીવન આજે,
ભૌતિકતામાં ભટકાતું ઈશ્વરનું આ સર્જન આજે.
સર્જન કરનારાનું પણ વિસર્જન થતાં મેં દીઠો છે !
બાગના બાગબાનને પણ વીરાનો બનતાં દીઠો છે !
લક્ષ્મીના ચળકાટ મહીં ચકચૂર થયો માનવ આજે,
પૈસાના એ પ્યાર મહીં મગરૂર બન્યો માનવ આજે.
ધનકાજ નિજ મન વેચતો ઇન્સાન અહીં મેં દીઠો છે,
ઇજ્જતનું કરતો લીલામ હેવાન અહીં મેં દીઠો છે !
***
-'કાન્ત'

No comments:
Post a Comment