Sunday, 6 December 2015

ગઝલ 

જો  હોય  શેર  સવાસો , તો  હું  ગઝલ  બનાવું,
આપી  શકો    દિલાસો, તો  હું   ગઝલ  બનાવું ! 

અંજુમનમાં  મારી  સતત હાજરી ને , ગાંડપણ, 
જેવો  છું  એવો  તરાશો , તો  હું ગઝલ બનાવું  !

લખું   છું  નામ   તમારું    હંમેશાં   બારણા  પર ,
આવીને  જો   રોકાશો,  તો    હું  ગઝલ  બનાવું !

આજેય  મારું  મૌન , વાણીથી   બળવત્તર    છે,
બોલો  તમે  જ  ગાશો,   તો   હું  ગઝલ  બનાવું  !

તમારા  દિલમાં  વસવા, પરવાનગી  શું  લેવી ?
કરજો   જરી   ખુલાશો,  તો    હું  ગઝલ  બનાવું  !

મેડીએ  ઢોલિયા પર   સ્વપ્નો  છે  મેં    સજાવ્યાં ,
ઘૂંઘટ     હટે      જરાશો  ,તો  હું   ગઝલ  બનાવું  ! 
                                ***
-'કાન્ત'



No comments:

Post a Comment